~
એકડો સાવ સળેકડો,
બગડો ડિલે તગડો...
~
એકડો સાવ સળેકડો,
બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી,
કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે,
ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા,
ત્યાં આવી સ્કૂલની
બસ
~
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં
~
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા
બેઠાં
મમ્મી પાસે દોરી માંગી,
પપ્પાની લઈ લૂંગી
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી
મૂંગી…
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર
પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડું તો જોવા આવે છે
ચંદુ…
કાતરિયામાં છુપાઈને બેઠી’તી
બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી
ઠેક
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં
ગજાવી
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા
ચંદુડિયાનો કાન આમળ્યો,
મને લગાવ્યા
ધબ્બા…
ચકલી
અને ફરર ફરર
એક ચકલી આવી ફરર
બીજી ચકલી આવી ફરર
ત્રીજી કહે :
ચાલો,
ચણીએ દાણા
ત્રીજી ચકલી આવી ફરર
ચોથી ચકલી આવી ફરર
કહે પાંચમી :
ચાલો,
ગાઇએ ગાણાં
પછી પાંચમી આવી ફરર
પછી છઠી આવી ફરર
કહે સાતમી :
બેસો,
મારીએ ગપાટા
પછી આઠમી ઊડી ફરર
પછી નવમી ઊડી ફરર
કહે
દસમી
:
બધા
આવજો
...
ટાટા
નાનું
કબૂતર
એક
કબૂતર
નાનું
બહુ
ગમે
ઊડવાનું
ઊડ્યું
છાનુંમાનું
તો
કબૂતરના
કાકા
બોલ્યા
:
ઘ્ઘૂ
ઘ્ઘૂ
ઘ્ઘૂ
કહે
કબૂતર
:
ગાઉં
ડાળે
ઝૂલવા
જાઉં
તળાવમાં
જઇ
ન્હાઉં
તો
કબૂતરના
પપ્પા
બોલ્યા
:
ઘ્ઘૂ
ઘ્ઘૂ
ઘ્ઘૂ
કબૂતર
તો
રોતું
આંસુ
આવ્યુ
મોટું
મમ્મી
સામે
જોતું
તો
કબૂતરની
મમ્મી
બોલી
:
ઘ્ઘૂ
ઘ્ઘૂ
ઘ્ઘૂ
ફુગ્ગો
કોઇ પાળે કૂરકૂરિયું તો કોઇ પાળે ગાય
ભાઇ,
ભાઇ,
ભાઇ
મેં તો ફુગ્ગો પાળેલ છે
ફુગ્ગામાંથી બને કબૂતર
ફુગ્ગામાંથી ચક્કો
ફુગ્ગામાંથી બનતો જોકર
એને માથે ટક્કો
દોરી બાંધી ઉડાડીએ તો અધ્ધર અધ્ધર જાય
ભાઇ,
ભાઇ,
ભાઇ મેં તો ફુગ્ગો પાળેલ છે
પપૂડા પર ફુગ્ગો બાંધું
તો વાજું થઇ જાય
પૈડા પર જોડું તો
મારી સાઇકલ સ્કૂટર થાય
ખિસ્સામાં મૂકું તો છાનોમાનો બેસી જાય
ભાઇ,
ભાઇ,
ભાઇ મેં તો ફુગ્ગો પાળેલ છે
ચણો પહેલવાન
એક ચણો ખાડામાં પડ્યો
પથ્થર વાગ્યો તેથી રડ્યો
અંતે આંસુ ખૂટ્યાં સાવ
ખાડામાંથી બન્યું તળાવ
ચણો તળાવમાં પલળી ગયો
તેથી જબરો જાડો થયો
ફરફરતી મૂછ ઉગી એક
અને ચણાએ મારી ઠેક
તાવ ચડાવે મૂછે ચણો
મલક મલક મલકાતો ઘણો
પછી કહે કે હું બળવાન
ફૂંક મારું તો પડે વિમાન
વાઘ તો ઉંદર જેવો છે
સિંહ છછૂંદર જેવો છે
પહેલવાન હું પાકો છું
હાથીડાનો કાકો છું
એવાંમાં એક ચકલી ચીં
ફરફર કરતી આવી જી
રાજી રાજી ઘણી થઇ
ચકલી ચણો ચણી ગઇ
મને ઓળખે છે
મારી શેરીમાં કાળવી સૌને ભસે
અને હાઉ હાઉ બચકું ભરવા ધસે
મને ભાળીને ચૂપ થઇ જાય,
એ તો મને ઓળખે છે
મારા ફળિયે કબૂતર ઘૂઘવતાં
કોઇ ઓરું આવે તો ઊડી જતાં
મારા હાથમાંથી ચણ લૈ ખાય,
એ તો મને ઓળખે છે
મારા વાડામાં નાનકું ઝાડવું છે
મારે એનું નામ ભાઇબંધ પાડવું છે
મને રોજ રોજ આપે છે ફૂલ,
એ તો મને ઓળખે છે
મારી આંખોની કીકી નાનકડી
એમાં સોનપરી આવે છાનકડી
એ તો કરતી ઝુલ્લ્મઝૂલ,
એ તો મને ઓળખે છે