રમેશ પારેખના દેહાવસાનના સમાચારથી જાણે
સાહિત્યજગતમાં સન્નાટો છવાઇ ગયો,
કવિના ચાહકો-ભાવકો અને સ્વજનોએ ભાવાંજલિ
આપતા કવિના જ શબ્દોનો આશ્રય લઇને કહ્યુ
હતુ કે
:
શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!
રમેશ પારેખને અંજલિ આપતા પૂ
મોરારિબાપુ કહે છે કે
''રમેશ
પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના
માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં
રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા
મથતો એ કવિ હતો.''
~
સર્જકતાની સમૃધ્ધિ
~
રમેશ પારેખની વ્યક્તિત્વની રિધ્ધિ એમના
પ્રત્યે સૌ કોઇને આદર જન્માવે છે. તેમ
એમની સર્જકતાની સમૃધ્ધિ એમને એક મોટા
ગજાના કવિનો દરજ્જો અપાવે છે. આધુનિક
ગુજરાતી
કવિતાપ્રવાહના એક અગ્રણી કવિ તરીકે
પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખે કવિતા
ઉપરાંત નવલિકા,
નાટક,
નિબંધ અને બાળ સહિત્ય ક્ષેત્રે પણ
મૂલ્યવાન યોગદાન અર્પણ કર્યું છે. એમણે
સાતત્યપૂર્વક અને સામર્થ્યપૂર્વક
કવિતાની આરાધના કરી અને પરીણામે એક
મૂર્ધન્ય કવિ તરીકેની એમની મુદ્રા ઊપસી
આવી અને રમેશ પારેખને નિમિતે ગુજરાતી
કવિતાનો એક તાજગીભર્યો ચહેરો ચમકવા
લાગ્યો.
રમેશ
પારેખનો પ્રથમ કાવ્ય સંગ્રહ
'ક્યાં'
ઇ. સ. ૧૯૭૦ માં પ્રગટ થયો ત્યારબાદ
'ખડિંગ'(૧૯૭૯)
'ત્વ'
(૧૯૮૦)
'સનનન'
(૧૯૮૧)
'ખમ્મા
આલા બાપુને'
(૧૯૮૫)
'મીરા
સામે પાર'
(૧૯૮૬)
'વિતાન
સુદ બીજ'
(૧૯૮૯) અને સમગ્ર કવિતા
'છ
અક્ષરનુ નામ'
(૧૯૯૧) જેની આજ સુધીમાં ચારેક આવૃતિ થઇ
છે. ત્યારબાદ પણ એમની પાસેથી
'લે
તિમિરા!
સૂર્ય'
(૧૯૯૫)
'છાતીમાં
બારસાખ'
(૧૯૯૮)
'ચશ્માનાં
કાચ પર'
(૧૯૯૯) અને
'સ્વગતપર્વ'
(૨૦૦૨) પ્રગટ થયેલ છે. કવિતાની વિપુલતા,
વિવિધતા અને વિશિષ્ટતાને કારણે રમેશ
પારેખ ગુજરાતી કવિતા જગતના ઉત્કૃષ્ટ
સ્થાનના અધિકારી બની શક્યા.
અધ્યાત્મભાવનું ઐશ્વર્ય પણ રમેશ પારેખની
ગીતકવિતાને દશાંગુલ ઉર્ધ્વકોટિ બક્ષે
છે. કવિ કંકુ અને ગેરુ વચ્ચેનો સુક્ષ્મ
ભેદ પારખે છે. એની સાહેદી
'મીરા
સામે પારના'
અધ્યાત્મરંગી
કાવ્યોમાંથી સહજ રીતે જ સાંપડે છે.
| Previous | Next
|